વિરપુર વિશે

જલારામ બાપા નો જન્મ થયો હતો તે પવિત્ર ગામ વિરપુર વિશે.....

વીરપુર એ ભારત દેશ ના ગુજરાત રાજ્ય ના રાજકોટ જિલ્લા થી ૫૨ કિમિ દૂર આવેલું એક ગામડુ છે.

જીલ્લો : રાજકોટ

તાલુકો : જેતપુર (કાઠી)

પરિવહન : બસ દ્વારા , ટ્રેન દ્વારા

આજાદી પહેલા વીરપુર એ ખેરડી તાલુકા નુ સમ્રુધ્ધ ગામ હતુ. તે જલારામ બાપા નુ જન્મસ્થળ છે. જલારામ બાપાનુ મુખ્ય મંદીર પણ વીરપુર મા આવેલ છે. આ મંદિર એ બીજું કાઇ નહી પણ એમનું ઘર છે કે જયા તે રહેતા હતા.હતા.આ પવિત્ર ઘર મા જલારામ ઉપરાંત તેમના દ્વારા પુજાયેલ રામ, લક્ષ્મણ, સીતા માતા અને હનુમાન ભગવાનની મૂર્તિ છે. ત્યા જોવા માટે ઝોળી અને ધોકો પણ છે જેના વિશે કહેવાય છે કે તે ભગવાને જ આપેલા હતા. પણ ત્યા મહત્વ ની જોવાની વસ્તુ જલારામ બાપા નો ફોટો છે. આ ફોટો વાસ્તવિક રીતે તેમના મૃત્યુ પહેલા લેવાયેલો હતો. આ મંદિર એ વિશ્વ નુ એક માત્ર મંદિર છે કે જે ફેબ્રુઆરી ૨૦૦૦ થી કઈ પણ દાન કે ધર્માદો સ્વિકરતો નથી.