મરેલા પંખી

મરેલા પંખી જીવતા થાય છે.

‘હજૂર ! અમારું ૧૮ રૂપિયામાં પૂરું થાતું નથી, કાં અમને બાવીસ રૂપિયા પગાર કરી આપો, નહિતર છુટા કરો કારણ કે જુનાગઢ સરકાર અમને નોકરીમાં રાખે તેમ છે.’

આમ ત્રણ આરબો રાજકોટના નામદાર ઠાકોર સાહેબને અરજ કરે છે.

‘તમે મારી તિજોરી સાચવો છો અનુ સારી રીતે નોકરી કરો છો. એટલે તમને ૧૮ રૂપિયા પગાર આપુ છુ, નહિતર તમને ખબર કે છે બીજા પોલિસને હું આટલો પણ પગાર આપતો નથી છતા તમને ઓછો પગાર પડતો હોય તો ખુશીંથી નોકરી માંથી છુટા થાવ.'

એમ કહી રાજકોટના નામદાર ઠાકોર સાહેબ, ત્રણ આરબોને નોકરી માંથી છુટા કરે છે.

આરબ લોકો પટ્ટા છોડી ડ્રેસ કાઢી ઠાકોર સાહેબને સોંપી રજા લઈ જુનાગઢ આવવા રપ્જકોટ થી ચાલી નીકળે છે.

ખભા ઉપર હમાચા રહી ગયા છે, ભેટ બાંધી છે અને ક્દાવર બાંધાના ત્રણ આરબો રસ્તામા પંખીઓનો શિકાર કરી હમાચાપાં મરેલા પંખીઓ ભરી આનંદ થી વાતો કરતા કરતા વીરપુરના પાદરમાંઘી નીકળ્યા

આની તરફ જલારામ બાપા સાંજના વખતે પાદરમાં આંટો દેવા આવ્યા છે. અને કોઇ સાધુ સંત નીક્ળે તો રોટલો ખવરાવવા જગ્યામાં તેડી જવા માટે વાટ જોઇ ને બેઠા છે. ત્યા ત્રણ આરબો 'સલામ આલેકુમ' કહી બાપા ને સલામ કરે છે.
બાપા એ " રામ રામ " કરી ને પુછ્યુ " ભાઇઓ ક્યા ચાલ્યા ? "
આરબો એ કહ્યુ " જુનાગઢ જઇ એ છીએ "
બાપાએ કહ્યુ કે - "સાંજ પડી ગઇ છે. માટે રોટલો ખાતા જાવ.
આરબો એ કહ્યુ " તમો હિંદુ છો અને અમે મુસલમાન છીએ, તે આપ જાણો છો.
બાપાએ કહ્યુ કે - " મારી ઝુપડી મા નાતજાત ના ભેદ નથી. મારે મન " રામ અને રહેમાન " એક જ છે. સૌને ભુખ લાગે છે. માટે ભાઇ ઓ ચાલો મારી ઝુપડીએ; હવે તો તમને રોટલો ખવળાવ્યા સીવાય નહીં જાવા દઊં !
આવો આગ્રહ જોઇ ને આરબો તો જગ્યા મા આવ્યા.

અત્યાર સુધી આરબ લોકો તો બાપા ને વેપારિ જ માનતા હતા. પણ જગ્યા મા આવ્યા પછિ ખબર પડી કે આ તો કોઇ હિંદુ દેવ સ્થાન ની જગ્યા છે. અને પોતાના ખભા ઉપર હમાચામાં તો મરેલા પંખી છે. પણ હવે શું કરવુ ?

તે વિચાર મા પડી ગયા અને મન માં નક્કી કર્યું કે હવે કઇ બોલવુ જ નઇ, રોટલા ખાઇ ને હાલિ નીકડવુ.

બાપા એ ત્રણેય આરબો ને સારી રીતે જમાડ્યા અને આગ્રહ કરી ને રાત રોકાવા કહ્યુ. આરબો ને રાત રોકાવા માં વાંધો ના હતો કારણ કે પોતે પણ થાકેલા હતા. પરંતુ હમાચા માં મરેલા પંખી હતા તેની મુંજવણ હતી.

( હમાચા ખીંતી ઉપર ટાંગ્યા છે. આરબ લોકો બેઠા છે. )

બાપા રાત રોકાવા નો આગ્રહ કરે છે. પણ આરબો હા, ના, હા, ના, કરે છે. ત્યા બાપા એ પોતાના હાથ મા લાકડી હતી તે હમાચા ને અડાડી ને કહ્યુ કે :'અર્રે આરબ ભાઇઓ ! આ બિચારા પંખિઓ ને સુ કરવા મુજવ્યા છે , જરા હમચા ના મોઢા પહોડા કરો એટલે રામ ના જીવડા છુટા થાય.'
આમ બાપા એ કહેતા હમાચા મ હલચલ સરુ થઇ ગઇ.
આ જોઇ આરબ લોકો તો બહુ ગભરાયા અને હમાચા ખીંતિ એ થિ ઉતારી તેન મોઢા છોડ્યા ત્યા તો ફરરરરર....ફરરર....ફર કરતા પંખીઓ ઉડી ગયા.
આ ચમત્કાર જોઇ આરબ લોકો તો બાપા ના પગે પડ્યા અને "જલા તુમ જલા નહીં અલ્લા હો " એમ કહિ ફરિવાર બાપા ના પગે પડ્યા.

બાપા એ કહ્યું કે ' અરે આરબ ભાઇ ઓ, ! એ પંખીડા તો જીવતા હતા એમા શૂં.?
પણ આરબ લોકો એ તો પોતાના હાથે થિ શીકાર કરિ ને પંખીઓ ને માર્યા હતા ક્યાથી માને?

આરબે બાપા ને હાથ જોડ્યા અને ફરી પગે લાગિ રજા માગી.
બાપા એ આજ ની રાત રોકાઇ, સવારે શિરામણ કરી ચાલ્વા કહ્યું
હવે તો આરબ લોકો બાપા નુ વચન ઉથાપી સકે તેમ હતા નહી એટલે રાત રોકાણા.

સવારે બાપાએ આરબો ને શિરામણ કરાવી રસ્તા મા ખાવા માટે રોટલા બાંધી આપ્યા અને રજા આપી.

હાલતી વખતે ત્રણ આરબો માથી એક આરબે બીજા ને કહ્યું કે આ અલ્લા ને પુછીએ તો ખરા કે - 'અમને જુનાગઢ મા નોકરી મડસે કે કેમ? , કેમ કે આ તો મહાન 'ઓલિયો પીર-પેગંબર' લાગે છે. એટલે તે કહેસે તેજ થાશે.'

એટલે એક આરબે બાપા ને પુછ્યુ કે. ' ભગત ! અમે હુનાગધ સરકાર ની નોકરી કરવાની ઉમેદ થી રાજકોટ દરબારની નોકરી છોડી ને જઇ એ છિએ."
" અમને નોકરી મડશે કે કેમ? "
બાપા એ કહ્યુ કે - " અરે બાપલા ! આરબો નો તો એકજ ધણી હોય ! "
' રાજકોટ ઠાકર સાહેબે તમારી પછવાડે તમને પાછા વાળવા ઘોડેસવાર મોકલ્યો હસે જ. તમે બાવિસ રુપીયા પગાર માગ્યો પણ બાવિસ ને બદલે પચીસ રુપિયા પગાર દેઇ, તમને પાછા તેડી જવા હમણા જ ઘોડેસવાર આવશે. '

આમ વાત કરે છે ત્યા તો રાજકોટ નો ઘોડેસવાર દેખાયો. અને આવેલ સવારે આરબોને ઘદી પહેલા બાપાએ જે કહ્યું તેજ કહ્યું કે, 'ભાઇઓ ! થકોર સહેબે. તમને બાવીસ નહીં પણ પચીસ રુપીયા પગાર દેવાનુ કહી મને તેડવા મોકલ્યો છે, માટે પાછા ચાલો "

આ બીજો ચમ્ત્કાર જોઇ આરબો તો વારંવાર બાપા ને પગે લાગ્યા અને બાપા ને પાંચ પાંચ રુપીયા પગે ધરીને, બાપાના આશીર્વાદ લઇ પાછા રાજકોટ ગયા. અને જિવ્યા ત્યા સુધિ દર સાલ બાપાને પગે લાગવા આવતા અને બાપાને પગે રુપીયા ધરી જતાં.