મરેલો સજીવન થયો

જલા એ આપ્યુ જીવન દાન

'બાપા મારા એક ના એક દીકરા ને તમે કંઠી બાંધી આપો, ' એમ કહી કાળો રૈયાણી પોતાના ૧૦ વર્ષ ના દીકરા ને પગે લગાડે છે.

'અરે કાળા ! મારી કંઠી કેવી ને વાત કેવી ! મેં તો હજી હમણા બે વરસ થયા ઠાકર નિ આજ્ઞા લઇ સદાવ્રત બાંધ્યૂ છે. મજુરી કરી સાધૂ સંતો ને રોટલા આપુ છુ. કંઠી કોઇ મહાત્મા પાસે બંધાવ હુ તો ગ્રુહસ્થી છૂ. ઠાકર ની સેવા કરુ છુ મારા થી કંઠિ ના બંધાય ' આમ કહી બાપા કંથી બાંધવાની ના પાડે છે.

આ સાંભળી બાપાની પાસે કોઇ જોગી બેઠા હતા તેમણે કહ્યુ કે - ' ભગત ! એસા નહી હોગા. ઠાકર કા નામ લેકર આપ હી કંઠી બાંધ દો.'

આમ જોગિ ની આજ્ઞા થતા બાપા એ તો કાળા રૈયાણી ના છોકરા ને કંઠી બાંધી આપી.

કાળા રૈયાણી એ કહ્યુ કે - ' ભગત ! આ મારો એક નો એક દીકરો છે. તમારી કંઠી બંધાવી છે, માટે તેની રક્ષા તમે જ કરજો. '

બાપા કહે - ' રક્ષા તો ઠાકર સૌની કરસે પણ તમરે જેમ એક નો એક દીકરો છે તેમ કંઠી બાંધેલો મારો આ પહેલો સેવક છે. માટે ગમે ત્યારે કામ પડે તો જગ્યા મા આવતો રહેજે.'

જા ! ઠાકર તારા છોકરા ની રક્ષા કરે. ' એમ આશિર્વાદ આપી બાપ-દીકરા ને રજા આપી.

આ વાત ને દસ વર્ષ વીતી ગયા.

છોકરો જુવાંજોધ થઇ ખેડ નુ કામ કરવા માંડ્યો, તેમાં ભગવાન ને કરવુ છે તે એક દીવસ છોકરા ને રાતમાં પેટમા દુ:ખવા માંડ્યુ
કલાકમાં તો પેટ મા સખ્ત દુ:ખાવો ઉપડ્યો.

કાળા રૈયાણી એ કંઇક ઉપચાર કર્યા પણ દુ:ખાવો મટ્યો નહી. અને ૪-૫ કલાક નિ સતત સારવાર છતા વીસ વર્ષ ન જુવાનજોધ છોકરો ઘડિક મા મરિ ગયો.

આ જોઇ કાળો રૈયાણી ભાન ગુમાવી બેઠો.

કાળો રૈયાણી ભાન મા આવ્યા પછી ખુબ આક્રંદ કરવા કરવા લાગ્યો અને માથા પછડવા લાગ્યો.

સૌએ તેને ખુબ દિલાસો આપ્યો અને છોકર ની નનામી બાંધવાની તૈયારી કરી, સવાર પડે ત્યારે સ્મસાન જવા તૈયારી કરવા લાગ્યા.

ત્યાં કોઇ એ કાળા રૈયાણી ને વાત કરી કે -
'કાળા ! તારા છોકરાને જલરામ બાપા એ કંઠિ બાંધી છે. અને કહ્યું છે કે સમય જોતો નહીં, અને કામ પડે ત્યારે આવજે માટે બાપા ને ખબર તો દે. '

'અરે ભાઇ ! આમાં હવે શું કરવા બાપા ને દુ:ખ દઉં ? '
'સવાર ના એની મેળે બાપા ને ખબર પડિ જાસે'
પણ એક ભાઇ એ કહ્યુ કે - 'એમ ન થાય ચાલ હુ જ બાપા ને ખબર આપિ આવું. '
સવાર ના ચાર વાગ્યા હતા, જગ્યા ના કમાળ બંધ હતા તે ઊઘાડ્યા અને જલારામ બાપા ને સાદ કર્યો.

બાપા આ વખતે દાતણ પાણી કરી ના'વા પધાર્યા હતા. નાહી ને આવ્યા એટલે પેલા ભાઇ એ વાત કરી કે ' બાપા ! આજ રાત ના કાળા રૈયાણી નો દીકરો અચાનક પેટ ના દુ:ખાવા થી મરી ગયો. ગજબ થૈ ગયો છે બાપા ! '

બાપા બોલ્યા 'અરે રામ ! હે રામ ! બહુ ખોટુ થયુ. '
'ઠિક ભાઇ હમણા ઠાકર ની સેવા કરી ને આવુ છુ. '
'મારે એક વખત છોકરા ને નજરે જોવો છે. '
'મારો સેવક છે, મે કંઠી બાંધી છે. માટે મારા આવ્યા પહેલા તેને લઇ જતા નહીં. હુ હમણા ઠાકર ની સેવા કરી ને આવુ છુ. '

એમ કહી પેલા ભાઇ ને રજા આપી અને બાપા ઠકર ની સેવા કરવા પધાર્યા

પેલા ભાઇ એ કાળા રૈયાણી ને વાત કરી કે - ' બાપા હમણા પધારે છે. '

પણ કોઇ એ કહ્યુ કે - ' હમણા બાપા આવે તો પણ શું ? નકામુ શું કરવા મોડુ કરો છો ? અને જ્યા સુધી સબ ઘર મા પડી રહેશે ત્યા સુધી તેના માં-બાપ બહુ 'રો રો ' કરશે. મટે ભાઇ ઓ ચાલો, ઉપડીયે નકામુ મોંડુ શુ કરવુ ?'

એમ કહિ સબ ને ઠાઠડી માં બાંધી તૈયાર રાખ્યુ હતુ. તેને લઉ જવા નિ તૈયારિ કરી રહ્યા હતા. આની તરફ બાપા ઠાકર ની સેવા કરી જ્યા સબ ને લઇ જવાની તૈયારિ કરે છે ત્યા આવ્યા.

સૌ રોવા લાગ્યા અને બાપા ને કહેવા લાગ્યા કે - ' બાપા, ગજબ થઈ ગયો કાળા રૈયાણી નુ જિવન ધુળ ભેગુ થઈ ગયુ.

બાપાએ કહ્યુ કે - ' ઠિક ભાઇઓ જેવી રામ ની મરજી, પણ મારે એક વખત મારા સેવક નુ મોઢુ જોવા આપો.

એક ભાઈ એ કહ્યુ કે - ' બાપા ! નનામી બંધાઈ ગઈ છે, હવે ક્યા છોડવી '

બાપા કહે - ' ભલે આખી નનામી ના છોડો પણ હું મોઢું દેખુ એટલો ભાગ ખુલ્લો કરો.'

બાપા ના હુકમ નો અનાદર તો થાઇ નહી. એટલે એક ભાઇ એ મોઢાનો ભાગ ખુલ્લો કર્યો અને કહ્યુ
'લ્યો બાપા જોઇ લ્યો તમારા સેવક ને'

બાપા નનામી આગળ ગયા, અને રામ નામ લેતા લેતા સેવક્લ ન મોઢા સામુ જોઇ બોલ્યા કે - ' અરે ગોવીંદા ! આમ શું સુતો છે. મારા મોઢા સામું તો જો !'

આટલુ બોલ્યા ત્યા તો ગોવિંદા ની એક આંખ બાપા તરફ ઉઘડી અને બાપા તરફ જોયુ.

બાપા તરત હસ્યા, આંખો મિંચિ ફરી રામનું ધ્યાન ધરી ફરી બોલ્યા કે - 'ગોવીંદા, ઉભો થા ! આ શું આટલુ કહેતા તો ગોવિંદા એ બન્ને આંખો ઉઘાડી અને બોલ્યો કે - 'મને સુ બંધ્યો છે. છોડી મુકો એમ કહેવા લાગ્યો.

આ જોઇ બધા આનંદીત થઈ ગયા અને ગોવીંદા ને છોડ્યો.

ગોવીંદો ઉભો થયો અને બાપા ને પગે પડ્યો. અને સૌ બાપા ને પગે લાગ્યા અને કાળો રૈયાણી બાપા ના પગ મા રડવા લાગ્યો.

બાપાએ સૌની રજા લીધી અને કહ્યુ કે -' ભાઈઓ હજી મારે ઠાકર ની સેવા કરવી છે માટે મારે જવુ પડસે. '