સંપૂર્ણ કથા

શ્રી જલારામ બાપા (ઇ.સ. ૧૭૯૯-૧૮૮૧ )

ગુજરાતી કહેવત પ્રમાણે કહેવાય છે કે -મહેમાન ભગવાન સમાન છે. - ‘ અતિથિ દેવો ભવ: ’.એટલે જ ભારતીયોમા કહેવાય છે કે ભોજન ટાણે જો કોઇ અતિથિ આવે તો તેને અવશ્ય જમાડવો. આ રીવાજને ભારતીય પરંપરા પ્રમાણે માણસાઈ નહી પણ ધાર્મિક કાર્ય ગણવામા આવે છે. ગરીબ અને જરૂરિયાતને જમાડવા સિવાય બીજું કાઇ મોટું કાર્ય નથી. ગરીબ કે ધનવાન કોઇને ભાવપૂર્વક જમાડવુ એ પ્રશંશનીય કાર્ય છે.

સૌરાષ્ટ્રમાં વિરપુર ખુબ જ પ્રખ્યાત છે. આ દેવો અને સંતોની ભૂમિ છે જેમ કે સંત જલારામ. આ સ્થળ ધાર્મિક અને ભક્તિમય છે.ધાર્મિક કાર્યો ઉપરાંત ગરીબોને જમાડવાએ તેમનની રોજીંદી ક્રિયા હતી. તે લોકોને જમાડવામાં પોતાની ખુશી માનતા. તેની પાછળ તેમનો એ વિચાર હતો કે ‘ હું જેમને જમાડુ છું તે લોકો સ્વયમ નારાયણ છે.’ આજે પણ વીરપુરના આશ્રમમાં હજારો લોકોને જમાડવામાં આવે છે. અહીનુ રસોડું હરવક્ત ચાલુ છે. અહીંનો પ્રસાદ ખાલી પેટ જ નથી ભરતુ પણ શરિરને રોમંચીત કરી દે છે. જલારામે આ સમુહ ભોજનને ‘સદાવ્રત’ નામ આપ્યું છે.જે તેની જવાબદારી લે છે તેની આ હરવક્ત અને હરરોજની ક્રિયા છે.

આ સદાવ્રતમાં પ્રસાદી લેનારાઓની સંખ્યા વધતી જ જાય છે. જલારામની નમ્રતા અને સ્વભાવ આપણા બધા માટે વખાણવા લાયક છે. પણ અહીંની શ્રધ્ધાળુઓની વધતી સંખ્યાને પહોચી વળવા અને સદાવ્રતને કોઇની મદદ વગર ચાલુ રાખવા તે ખેતરમાં ખુબ જ મહેનત કરતા.તેમની પુર્ણ શ્રધ્ધા ભગવાન રામ પર હતી.

તેમની આ ગરીબ અને જરૂરિયાતમંદને મદદ કરવાની વ્રુતિથી ઘણા લોકો તેમના શિષ્યો બની ગયા. જામનગરના મહારાજા જામ સાહેબ અને બીજા ઘણાએ જલારામને તેમનું સદાવ્રત ચલાવવામા મદદ કરી. જ્યારે આશ્રમમાં કાઇ અછત પડે તો અનામી રીતે મદદ આવી જાતી.તેમની પત્નિ તેમના બધા ધાર્મિક કાર્યો તથા સદાવ્રતના રસોડામાં હંમેશા મદદ કરતા.

ધ્રાંગધ્રા નરેશે આપેલ ઘંટી હજું પણ ત્યા છે. જૂનાગઢના નવાબે આશ્રમને જમીન દાનમાં આપી હતી.

એક દિવસ જલારામના સદાવ્રતમાં એક મહાત્મા આવ્યા અને થોડી વાર બેસી ચાલવા લાગ્યા. જલારામ મહાત્માને ભોજન લેવા માટે ખુબ જ આજીજી કરવા લાગ્યા પણ મહાત્મા એ ભોજન લીધુ નહીં. જલારામએ વ્રુધ્ધ મહાત્માને કાઈ પણ માંગવા કહ્યું ત્યારે વ્રુધ્ધ મહાત્માએ કહ્યુ કે’ જો તુ સેવા કરવા માટે તારી સ્ત્રી આપે તો ભગવાન તારુ ભલું કરે !’ ત્ત્યાં તો જલારામ તરત જ તૈયાર થઈ ગ્યા અને વિરબાઇને વ્રુધ્ધ મહાત્માની જોડે સેવા કરવા જવા કહ્યુ અને વિરબાઇએ પણ પોતાના સ્વામિનો આદેશ માન્યો અને તે વ્રુધ્ધ મહાત્મા સાથે જવા નિકડ્યા. વ્રુધ્ધ મહાત્મા અને વિરબાઇ ગાઢ જંગલમાં પહોચ્યા ત્યારે વ્રુધ્ધ મહાત્માએ વિરબાઇને ત્યા જ બેસીને જોલી ધોકાનુ ધ્યાન રાખવા તથા તેમની વાટ જોવા કહ્યું સંધ્યા સમય વીતી જવા આવ્યો ત્યારે માતુશ્રીનુ મનોબલ જોઈને એક આકાશાવાની થઈ અને કહ્યું ; ‘ ધન્ય છો સતી તમે અને મારા આપેલ ‘ઝોળી ધોકા’ને જગ્યામાં પધરાવો અને તેમની પૂજા કરો.’ વિરબાઇ પરત ફર્યા ત્યારે વાજતે ગાજતે તેમનું સ્વાગત થયું.

જલારામને એક પુત્રી હતા. તેણીના લગ્નના કોટડાપીઠાના ભક્તરામ જોડે કરાયા. તેમના પુત્રનું નામ હરિરામ હતું.

ઇ.સ.૧૮૮૧ મા જલારામ બાપાએ સમાધિ લીધી. વીરપુરમાં તેમનું સદાવ્રત જાદુઇ રીતે હજું પણ ચાલુ છે.