જલિયાણ અને તેમના પત્નિ ખેતરમાં મજૂર તરીકે

જલારામ અને તેનિ પત્ની નો ખેતી માં શ્રમ

ખેતરમા પાક્ની લણણી અને કાપણી કરતી વખતે જલારામ અને વિરબાઇ રામનામ જપતા. ખેડૂતો પણ આ ધાર્મિક જોડીને ઇરાદાપુર્વક અનાજ્ના દાના એકઠા કરવાનું કામ આપતા. આમ મજૂર તરીકે કામ કરતા જલારામ અને વિરબાઇએ ૪૦ માપ અનાજ માપ્યુ.

જલારામે વિરબાઇને કહ્યું; “ ભંડેરી ! ઘનુ બધુ અનાજ એકઠુ થઈ ગયું. આપણે બે ને કેટલાની જરૂરિયાત છે? જો તમે સહકાર આપો તો આપણે રામજીનુ નામ લઈને સદાવ્રત શરૂ કરીએ. ગુરુજીએ પણ સંમતિ આપી દીધી છે.

જલારામ હંમેંશા તેમની પત્ની ને ‘ભંડેરી’ કહેતા. વિરબાઇએ કહ્યુ ;” મને પ્રશ્ન પુછ્વો જરૂરી નથી. હું હમેશા તમે કહેશો એમ જ કરીશ. મારા માટે તમે ભગવાન છો. તમને જે ઠીક લાગે તે કરો. રામજી આપણી લાજ રાખશે.” જલારામ આ સાંભળિને ખુશ થયા. એક કરતા બે ભલા. મને આવી પત્ની આપવા માટે હુ ભગવાનનો શુક્રગુજાર છું. તેમણે પોતાનો વિચાર અમલમા મુક્યો.