પત્ની દાન

જલારામ બાપાએ પોતાની પત્ની વીરબાઇ ને દાન આપી હતી.

સદાવ્રત ચલુ થયાને ૧૦ વર્ષ ગયા છે, સદાવ્રત સારી રીતે ચાલે છે. ભક્તરાજ આનંદ્થી સદાવ્રત આપે છે અને ભજન કીર્તન કરે છે. ત્યા એક દિવસ ભક્તની કસોટીનો દિવસ ઉગ્યો.

સંવત ૧૮૮૬ની સાલમાં એક વ્રુધ્ધ સંત મહાત્મા ત્યા અવ્યા અને આવતાની સથે જ બૂમ મારી કે : ‘જલો ભગત ક્યા છે?’

જલારામ બહાર આવ્યા અને નમસ્કાર કર્યા વ્રુધ્ધ સંતે આશીર્વાદ આપ્યા.

ભગતે વ્રુધ્ધ સંતને ભોજન લેવા કહ્યું પણ વ્રુધ્ધ સંતે આમંત્રણ સ્વિકર્યુ નહીં. જલારામ મહાત્માને ભોજન લેવા માટે ખુબ જ આજીજી કરવા લાગ્યા પણ મહાત્મા એ ભોજન લીધુ નહીં.

ભક્તરાજે વિનંતી કરી કે – ‘ આપને ભોજનની ઇચ્છા ન હોય તો, અને જો બીજી કાઇં ઇચ્છા હોય તો ખુશી થી માંગો. આપ જે માંગસો તે આપવા હુ તૈયાર છું , કૃપા કરી તમારી ઇચ્છા આ દાસને જણાવો.’

પછી ઘણી આજીજી બાદ વ્રુધ્ધ સંત મહાત્મા જણાવે છે કે : ‘ આ વ્રુધ્ધાવસ્થા મજ્બૂરી છે, ન ચલાય, ન ખવાય કે ન કાંઇ ધારેલું કાર્ય થાય, આ વ્રુધ્ધાવસ્થાથિ હું બહુ જ કંટાળી ગયો છું. માટે સેવા કરવા માટે જો તુ તરી સ્ત્રી આપે તો પ્રભુ તારું ભલું કરે.’
જલિયાણ બોલ્યા: ‘ ભલે મહારાજ ! એમં શું ?’
તેમણે સાદ કર્યો ‘ ભંડારી ! અંહી આવો.’ અને માતાજી ને કહ્યું કે ‘ ભંડારી ! આ વ્રુધ્ધ સંત મહાત્મા એ સેવા કરવા માતે તમારી માંગણી કરી છે.’
માતાજી બોલ્યા, ‘ પ્રભુ ! આપની આજ્ઞા એ પ્રભુની આજ્ઞા.’
આ બનાવની ગામમાં ચર્ચા થવા લાગી. કોઇ સાધુને ઠગારો, લુચ્ચો, દામ્ભિક વગેરે ઉપનામો આપવા લાગ્યા તો કેટ્લાક જલારામ ના આ આચરનને ધિક્કરવા લાગ્યા.
વ્રુધ્ધ સાધુ વિરબાઇ ને લઈને ગામની બહાર ઉત્તર દિશા તરફ ચાલી સરિયામતી નદીના કાંઠે વીરપુરથી લગભગ એક ગાઢ જંગલમાં આવી ચડ્યા અને બોલ્યા કે, ‘ સતી ! મારે જંગલ જવું છે, માટે તમે અહી બેસો, અને આ ઝોળિ ધોકાનુ ધ્યાન રાખજો અને હું ન આવું ત્યા સુધી આ ઝોળિ ધોકાને કોઇને પણ સ્વાધિન કરશો નહિ.’ સંધ્યા સમય વીતી જવા આવ્યો ત્યારે માતુશ્રીનુ મનોબલ જોઈને એક આકાશાવાની થઈ અને કહ્યું ; ‘ ધન્ય છો સતી તમે અને મારા આપેલ ‘ઝોળી ધોકા’ને યોગ્ય જગ્યામાં પધરાવો અને તેમની પૂજા કરો.’

વિરબાઇ પરત ફર્યા ત્યારે વાજતે ગાજતે તેમનું સ્વાગત થયું.