જલારામ બાપા ના લગ્ન

જલારામ બાપા ના લગ્ન ની કથા આ પ્રમાણે છે......

૧૪ વર્ષ ની ઉમરે, જલારામ બાપા ને જનોઇ આપવા માં આવી હતી. તેમને લગ્ન જીવન ગાળવા ની ઇચ્છા ન હતી. પણ તેમના પિતા પ્રધાન ઠક્કર સંમત ન થયા.. તેના પછી ના થોડાજ સમય માં તેમની વિરબાઇ સાથે તેમની સગાઇ નક્કી થઇ. તેમના લગ્ન ૧૬ વર્ષ ની ઉમરે, આટકોટ ના પ્રાગજીભાઇ સોમૈયા ની પુત્રી વિરબાઇ જોડે ઈ.સ. ૧૮૧૬ મા થયા હતા.

જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમના માં દયા-ભાવના વધતી ગયી. જલારામ બાપા પોતે અધ્યાત્મિક અને સંયમી હતા.
વિરબાઇ પણ તેમને ગરીબોને જમાડવામા અને જરૂરિયાતમંદ ને મદદ કરતા હતા.

તેના પિતા પ્રધાન ઠક્કર ને આ વાત ગમતી ન હતી. તેમને જલારામ બાપા ને જુદા કર્યા.
આ વાત ની જાણ જલારામ બાપા ના કાકા વાલજી ભાઇ ને થઇ. તેમને કોઇ પુત્ર ન હતો. એટલે તેમને જલારામ બાપા ને તેની પાસે બોલાવ્યા અને પોતાની અનાજ ની દુકાન નો કાર્યભાર સંભાડવા કહ્યું.

વાલજી કાકા પોતાના ધાર્મિક ભત્રિજા થી ખુબજ ભાવુક હતા. અને તેને પોતાની દુકાન પન જલારામ બાપા ને સોંપી દીધી