સંપર્ક : +91 8487 8487 80 | info@rbian.in

જલા સો અલ્લા

જલા અલ્લાહ કહેવાય છે

સંવત ૧૮૭૮ની સાલ ની વાત છે.
ભક્ત જલારામ મહેનત મજૂરી કરી સાધુઓને જમાડે છે અને ભગવાન ભજન કરે છે.

વીરપુર માં જમાલ નામનો એક ઘાંચી રહેતો હતો જમાલનો દસેક વર્ષ નો દિકરો સખત બીમાર પડ્યો. બે દિવસથી તો તેનો જીવનદીપ ક્યારે બુઝાશે તે નક્કી નથી.

જમાલ ખિન્ન વદને ગામમા કંઇક દવા લેવા નીકળ્યો ત્યા હરજી દરજીએ પૂછ્યું - 'કાં જમાલભાઈ ! ગગાને કેમ છે ?'

જમાલ કહે ‘શું કહું હરજીભાઈ ! અલ્લા બચાવે તો બચે તેમ છે. અત્યારે તો આશા નથી’

હરજીઍ કહ્યું કે, ‘જમાલભાઈ હું તમને એક વાત કરૂં ? પણ તમો માનશો નહી કારણ કે એક તો તમે મુસલમાન છો તેની સાથે આ વાતને તમે હસી કાઢશો.'

જમાલ કહે 'ભાઈ આમાં હિંદુ મુસલમાનનું શું છે ! કોઈ હિસાબે મારો દીકરો બચતો હોય તો તમે કહો તે કરવા હું તૈયાર છું.’

ત્યારે હરજી બોલ્યો કે ‘તમે જાણો છો કે હું કેટલી બધી પેટની પીડા ભોગવતો હતો કંઈક દવાઓ કરી પણ દર્દ મટર્યુ નહીં, અંતે આપણા ગામના જલા ભગતની માનતા કરી અને મારી માનતા ફળી, અને મારું દર્દ મટી ગયુ છે. માટે તમો પણ જલા બાપાની માનતા એક વખત કરી તો જુઓ'

જમાલે એજ વખતે માનતા કરી કે, ‘હે જલાભગત ! મારો દીકરો જીવશે એનીમને અત્યારે તો ખાતરી નથી પણ મારો દીકરો એક વખત આંખ ઉઘાડી મારા સામુ જુએ અને મને બોલાવે તો હું તમારી જગ્યામાં ૪૦ માપ દાણા દઈ દઈશ. એવી માનતા કરી પોતે ચાલ્યો ગયો.

પ્રભુને ભક્તની વહાર કરવી છે એટલે તે જ રાતથી જમાલના છોકરાને આરામ દેખાવા લાગ્યો અને રાતના ચાર વાગ્યે છોકરાએ આંખ ઉઘાડી જમાલ સામે જોયુ અને કહ્યુ કે મારે પાણી પિવુ છે.

આ સાંભડી જમાલ તો ખુશ ખુશ થઇ ગયો, જ્યા છોકરો મરવા ની તૈયારિ મા હતો ; ત્યાં છોકરાએ પાણી માગ્ધુ, ક્યોં અભાગી પિતા ખુશ ન થાય !

જમાલે તો તુરત જ ઊઠીને પાણી પાયું. છોકરાએ પાણી પીધું અને વળી આંખ મીંચીને સુઈ ગયો.

આ તરફ જમાલ અને તેની વહુ દીકરાની પથારી પાસે જ બેઠા છે. સવારના સાતેક વાગે છોકરાએ આંખ ઉઘાડી અને માને કહ્યું કે

‘મા મારે ખાવું છે.’ આ સાંભળી મા તો રાજી રાજી થઈ ગઈ અને ગોળનો શીરો કરીને દીકરાને ખવડાવ્યો

આ જોઈ જમાલના આનંદનો પાર રહ્યો નહી, તે તો એજ વખતે ગાડામાં ૪૦ માપ દાણા બુંગણમાં ભરી , બળદ જોડી, ગાડું જલાલગતની જગ્યામાં લઇ ગયો અને ભગતને પગે પડી રોવા લાગ્યો.

ભગતે કહ્યું કે - ‘અરે જમાલ ! શું છે ? તું દાણા દેવા આવ્યો છો, છતા, શું કરવા રડે !"

પણ જમાલ તો હર્ષના રુદનપી છાનો રહેતો નથી

ભગતે બહુ આશ્વાશન આપી જમાલ ને વાત કરવા કહ્યુ કે 'શુ બન્યું છે' ?

જમાલ અ કહ્યુ કે બાપા શું વાત કરુ ? મારો દીકરો મરણ ના મુખ મા હતો. બચવા ની આશા ના હતી. દવાદારુ કરી ને થાક્યો, કઈક પેગંબર ની માનતા કરી પણ એક નો એક દીકરો બચસે એવુ લાગતુ ના હતુ. તમારી માનતા કર્યા પછી મારા દીકરા ની જ્યા બચવા ની આશા ના હતી ત્યા ભગત, ! મારા દિકરા એ પાણી માગ્યુ. ખાવાનુ માગ્યુ હવે મને ખાતરી છે કે મારો દીકરો જીવશે જ.'

'ભગત ! મેં તો ૪૦ માપ દાણાની માનતા કરી છે પણ આ ગાડું, બે બળદ, બુંગણ અને ૪૦ માપ દાણા આ બધું હું જગ્યા મા આપુ છું. જે અલ્લાએ ના આપ્યુ તે હે જલા ! આપે આપ્યુ. આપ તો આજ થી મારા અલ્લા છો.' એમ કહી પોતે બોલ્યો કે :

"જલા સો અલ્લા, જિસકો ન દેવે અલ્લા ઊસકો એવે જલા." આમ કહી પુન: પુન: બાપાને પગે લાગી ઘરે ગયો.

અમારું તત્વજ્ઞાન

તુ સાંત રે વ્હાલા , ખરાબ દિવસો ચાલ્યા જસે .
આજે જે લોકો તને જોઇ ને હસિ રહ્યા છે, તે લોકો કાલે તને જોતા જ રહી જાસે.
કઈક અલગ કરવા માટે, બધી ઇચ્છાઓ નો ત્યાગ કરી દે..
"જલાએ" પણ ઘણું બધુ ગુમાવ્યુ હતુ "જલારામ" બનવા માટે.

અમારી શંસ્થા વિશે

Rbian.in

આરબીયન ઇનફોટેક એ વિશ્વનીય ઇન્ફોર્મેસન ટેકનોલોજી ની સેવા ઓ આપતી ભારતીય કંપની છે.

વધુ માહીતી માટે

અમારો સંપર્ક

સરનામુ : રેનીશ ગોટેચા.
              એ-203, મધુરમ આર્કેડ.
              શ્ટેસન રોડ ધોરાજી.
              રાજકોટ. ગુજરાત. ૩૬૦-૪૧૦

ફોન : +91 8487 848780

ટવીટર : Rbianinfotech

ફેસબુક : Rbianinfotech

તમારો સંદેશો


કોપીરાઇટ © 2016, આરબીયન ઇનફોટેક - સર્વહક સ્વાધીન