શદાવ્રત ની સ્થાપના

જલારામ બાપા એ અથાક પરિશ્રમ થી શદાવ્રત ની સ્થાપના કરી હતી.....


ગુરુ ભોજારામ્ના આશીર્વાદ મલ્યા પછી જલારામે મહા સુદ બીજ સંવત ૧૮૭૬ ના રોજ સદાવ્રત શરૂ કર્યુ.જલારામ ગરીબો અને સંતો ને જમાડતા.હજી પણ વર્ષો થી આ સદાવ્રત ચાલુ છે.બન્ને જણા પાણીનો સંગ્રહ કરતા, લોટ દળતા અને તૈયાર થૈ જાતા. ભગવાનની પૂજા બાદ, વિરબાઇ રસોઇ કરતા અને જલારામ ત્યા આવતા લોકોને આવકાર આપતા. પછી થી તે ભક્ત જલારામ કહેવાયા. તે ત્યારે ફક્ત ૨૦ વર્ષ્ ના હતા , બધા તેમને ભક્ત જલારામ કહેવા લગ્યા.બધા એક ગરીબના સદાવ્રત ચલાવવા પર નવાઇ પામી જતા. રાજાઓ પણ આ કરવાથી ડરતા હતા.ગિરનાર, સોમનાથ તથા દ્વારકા જતા પ્રવાશીઓ અને દિવ્યાંગો માટે આ આરામદાયક સ્થળ બની ગયું હતું. જલારામ બાપા એક નોકર ની જેમ ખુબ જ મહાન કાર્ય કર્તા હતા. તે જમાડીને ખુબ જ નમ્રતાથી પાણી આપતા.શરુઆતમાં અનાજ ઘટતું હતું.વિરબાઇએ તેમના પતિના સદાવ્રત્ને ચલુ રાખવા માતે તેમના ઘરેણા અને કિંમતી સામાન વેંચી દીધો પણ ભગવાન પણ] તેમની મદદ કરતા હોય એમ લોકો આશ્રમ્ને પૈસા અને અનાજ મોકલવા માંડ્યા. ભગવાન નિ દયા થી તે આશ્રમ ચલતો હતો.