જીવન કથા

પ્રાથમીક માહીતી

૧૭૯૯ કાર્તિક સુદ સાતમ ના વિરપુર ખાતે જલારામ બાપા નો જન્મ થયો હતો. તેમના પિતા નુ નામ પ્રધાન ઠક્કર અને માતા નુ નામ રાજબાઇ ઠક્કર હતુ, કે જે લોહાના સમાજ ની ઠક્કર જ્ઞાતી માંથી હતા. તે રામ ભગવાન ના પરમ ભક્ત હતા.


જલારામ બાપા એક સામાન્ય જીંદગી તથા તેમના પીતા નો વ્યવસાય સાંભળવા માગતા નહોતા. તે પ્રવાસી, સાધુ અને સંતો ની સેવા કરવા મા માંતા હતા. ત્યારબાદ તે તેમના પિતા ના વ્યાપાર મથી છુતા થઈ ગયા. પછી જલારામ બાપા અને તેમના પત્ની વિરબાઇ તેમના કાકા વાલજીભાઇ જોડે રહેવા લાગ્યા.

ભક્ત જલારામ બાપા ના લગ્ન ની કથા

જલારામ બાપા પોતે અધ્યાત્મિક અને સંયમી હોવા છતા તેમના લગ્ન આટકોટ ના પ્રાગજીભાઇ સોમૈયા ની પુત્રી વિરબાઇ જોડે ઈ.સ. ૧૮૧૬ મા થયા હતા. વિરબાઇ પણ તેમને ગરીબોને જમાડવામા અને જરૂરિયાતમંદ ને મદદ કરતા હતા. તેણી પણ ધાર્મિક અને પવિત્ર સ્ત્રી હતા અને તેમને પણ માનવજાતને મદદ કરવાનો રસ્તો અપનાવ્યો હતો વીસ વર્ષની ઉમરે જલારામ તેમની પત્નિ જોડે અયોધ્યા, વારાણસી અને બદ્રિનાથ ની જાત્રા એ નીકડી ગયા હતા.

ભોજાભગત ના શિષ્ય બન્યા અને સદાવ્રત ની સ્થાપના કરી

૧૮ વર્ષની વયે જલારામ બાપા ફતેહપુરના ભોજા ભગતના શિષ્ય બન્યા. જલારામને તેમના ગુરૂ ભોજા ભગતે ગુરુમંત્ર અને જપમાલા તરીકે રામનુ નામ આપ્યુ. ગુરુન આશીર્વાદથિ તેમને “સદાવ્રત” ખોલ્યુ કે જ્યા તે ભુખ્યા લોકો તથા સાધુ સંતોને કોઇ પણ સમયે જમાડતા હતા.

અન્ય જાણકારીઓ

એક વખત ગિરનાર તરફથી એક વૃદ્ધ સંત મહાત્મા રાજબાઇને ઘેર આવ્યા અને આવતાની સાથે જ માંગણી કરી કે: ‘માતા ! તમે તમારા બીજા પુત્રાના મને દર્શન કરાવો.’

મહાત્માનો આવો નિર્ણય જોઈ માતાજી વિચાર મગ્ન ઉભા છે, એટલામાં જલારામ બાળક રમતા રમતા ત્યા આવી ચડ્યો અને મહાત્મા ને દંડવત પ્રણામ કર્યા.

મહાત્મા એ જલારામ્ને જોઈને એતલો પ્રશ્ન કર્યો કે, ‘ક્યું બચ્ચા મેરેકુ પિછાનતે હો ?’ ત્યારે બાલક જલારામે સ્મિત હાસ્ય કરી પુન: દંડ્વત કર્યા અને હાથ જોડી મસ્તક નમાવ્યું.

અને તે મહાત્મા તરત જ અદ્રશ્ય થઈ ગયા.

આવો બનાવ જોઈ માતાજી વિચારમાં પડ્યા પરંતુ રઘુવીરદાસજીનુ વચન યાદ આવવાથી આ વાત મન્મા સંઘરી રાખી.

આ બનાવ બન્યા પછી કેમ જાને જલારામજીને પુનર્જન્મનું જ્ઞાન થઈ ગયું હોય તેમ તેમની રીતભાત દેખાવ માંડી. ચાલતા, બેસતા, ઊથતા, અગર જે કાર્ય કરતા તેમા પણ સીતારામ, રામ્રામ, એજ શબ્દોનો મંત્રોનો ઉચ્ચાર તેમના મુખ માથી નીકડવા લાગ્યો.

એક દિવસે એક સાધુ તેમના ઘરે આવ્યા અને તેમણે જલારામ બાપાને લાલજીની સેવા અપીને કહ્યુ કે ‘ભક્ત ! આ લાલજીની મૂર્તિની તમે શુધ્ધ મન થી સેવા કરશો તો હરિહર તમને રિદ્ધિ સિધ્ધિની ખોટ આવવા દેશે નહિ અને તમારા આશ્રામમાં હનુમાંજીની એક ગુપ્ત મૂર્તિ છે તે તમોને આજથી ત્રીજે દિવસે પ્રસન્ન થઈ દર્શન દેશે અને પ્રસિધ્ધ થસે.’ આથી જલારામ બાપાએ ત્યાં જ મન્દીર બનાવ્યુ અને લાલજી અને હનુમાંજીની પૂજા કર્વા લગ્યા.

સવંત ૧૮૮૬ ની સાલ મા ભગતની કસોટીનો દિવસ ઉગ્યો. જલારામના સદાવ્રતમાં એક મહાત્મા આવ્યા અને થોડી વાર બેસી ચાલવા લાગ્યા. જલારામ મહાત્માને ભોજન લેવા માટે ખુબ જ આજીજી કરવા લાગ્યા પણ મહાત્મા એ ભોજન લિધુ નહીં. જલારામએ વ્રુધ્ધ મહાત્માને કાઈ પણ માંગવા કહ્યું ત્યારે વ્રુધ્ધ મહાત્માએ કહ્યુ કે’ જો તુ સેવા કરવા માટે તારી સ્ત્રી આપે તો ભગવાન તારુ ભલું કરે !’

ત્ત્યાં તો જલારામ તરત જ તૈયાર થઈ ગ્યા અને વિરબાઇને વ્રુધ્ધ મહાત્માની જોડે સેવા કરવા જવા કહ્યુ અને વિરબાઇએ પણ પોતાના સ્વામિનો આદેશ માન્યો અને તે વ્રુધ્ધ મહાત્મા સાથે જવા નિકડ્યા.

વ્રુધ્ધ મહાત્મા અને વિરબાઇ ગાઢ જંગલમાં પહોચ્યા ત્યારે વ્રુધ્ધ મહાત્માએ વિરબાઇને ત્યા જ બેસીને જોલી ધોકાનુ ધ્યાન રાખવા તથા તેમની વાટ જોવા કહ્યું સંધ્યા સમય વીતી જવા આવ્યો ત્યારે માતુશ્રીનુ મનોબલ જોઈને એક આકાશાવાની થઈ અને કહ્યું ; ‘ ધન્ય છો સતી તમે અને મારા આપેલ ‘ઝોળી ધોકા’ને જગ્યામાં પધરાવો અને તેમની પૂજા કરો.’

વિરબાઇ પરત ફર્યા ત્યારે વાજતે ગાજતે તેમનું સ્વાગત થયું.