નાક ની નથ

નાળિયેરમાંથી સોનાની નથ નીકળે છે.

'હે જલા બાપા ! મારી સાસુ મને ગાળો નહીં દિએ અને મને મારશે નહીં તો તમારી જગ્યા મા નાળિયેર વધેર્યા પછી હું ઘરે જઇશ.'
આમ એક ૨૦ વર્ષની કણબણ બાઇ 'બાપાની' માનતા કરે છે.

વાત એમ બનેલી કે વીરપુર ના કાના પટેલના દીકરાની જાન જાતી હતી એટલે કાના પટેલ દેવદાસ ભાભા પાસે ગયા અને કહ્યું 'આતા ! ગગાની જાન રુપાવટી જાય છે તો રુડાની વહુને જાન્મા મોકલો ને ?'
દેવદાસ ભાભા બોલ્યા કે :- 'કાના વહુ ને નાનુ બાળક છે. તેને ક્યાં મોકલુ !'
પણ કાનાનો બહુ આગ્રહ થવાથી દેવદાસ ભાભા ને તો વહુ ને જાન મા મોકલવા પડયા.

સાસુ ને નાક મા પહેરવા સોનાની બે તોલા નિ નથ વહુ ને પટારા માથી કઢિ આપી અને ભલામણ કરી કે :- જો, જો, વહુ બેટા ! છોકરુ સાચવજો અને નથ ખોવાઇ જાય નહી., એમ ભલામણ કરી વહૂ ને જાન મા મોકલી.

વહુ કહે, "બાયજી ! ચીંતા કરતા નહી ."
જાન તો રુપાવટિ ચાલી. આનંદ થી લગ્ન થયા, સહુ હાણ્યા માણ્યા પણ રાત મા લગ્ન ની ધમાલ મા વહુ ની નથ ક્યાંક પડી ગઇ.

વઅહુ ને સવારે ખબર પડિ કે નાક માં નથ નથી. આ જોઇ વહુ ગભરાણિ અને રોવા લાગી અને કહેવા લાગી કે, 'હાય ! હાય ! મારી સાસુએ ભલામણ કરી હતી પણ મારી નથ કોણ જાણે ક્યા પડી ગઈ ? હવે મારી સાસુ મને મારી નાખસે" એમ કહી ખુબ રોવા મંડી.
સૌએ દિલાસો આપ્યો.
અને નથની ખુબ તપાસ કરી પણ નથ જડતી નહી .
વહુ ને તો લગ્ન નો લહાવો સુકાઇ ગયો. અને સાસુ વઢસે એ બીકે ધ્રુજવા માંડી, હિંદુ સમાજ મા 'સાસુ ' ની બીક ' વવારુ ' માટે કેવી ભુંડી છે તે તો ' વવારુ ' જ જાણે !

વહુ એ બાપા ની માનતા રાખી કે :- "હે બાપા, ! જો મારી સાસુ નહિં વઢે તો પહેલા તમારી જગ્યા મા નાળિયેર વધેરી પછિ ઘરે જાઇસ અને નથ જડસે તો બે માપ દાણા જગ્યા મા દઇસ. " આમ માનતા કરી.

જાન તો રુપાવટી થી પાછી વીરપુર આવી. જાનમાં વહુ સિવાય ના સૌ આણ6દ માં ભ્હે . વહુ તો નાળિયેર મંગાવી, જગ્યા મા આવી રડવા લાગિ.

ત્યા વીરબાઇ માં આવ્યા અને પૂછ્યું કે :- બેટા ! મારી દીકરી ! તુ રુએ છે શું કરવા?

વહુ એ બધી વીગત વાર વાત કરી

ત્યા બાપા નીકળ્યા. "લાવો બેટા ! ઠાકર પાસે નાળિયેર વધેરું ! એમ કહી વહુ ના હાથમાંથી નાળિયેર લઇ, બાપા ભગવાન રામ ની મુર્તી પાસે ગયા અને રામ નુ નામ લઇ ને નાળિયેર વધેર્યુ. ! એમ કહી વહુ ના હાથ માથી નાળિયેર લઈ નાળિયેર વધેર્યુ. નાળિયેર ના બે ફાડચા થતા જ તેમાથી નથ નિકળી. અને વહુ ને નથ આપિ ને કહ્યુ કે :- લ્યો મારા દીકરા આ તમારી નથ તો નાળિયેર માથી નીકળી."

વહુ તો આ સાંભળિ ને અચંભો પામી અને બાપા ને કહ્યુ કે :- મારિ નથ તો રુપાવટિ મ ખોવાયેલ છે તો નાળિયેર માથિ કેમ નીકળી ?

બાપા એ કહ્યુ કે : 'બિકરા, મારિ જગ્યા મા તો ઘણી નથો છે. પણ તારિ નથ નિ ઓળખાણ આપ તો તને આપુ.

"બાપા મારિ નથ મા તો બે લાલ મોતિ ટાક્યા છે."

બાપા એ કહ્યુ કે લે દિકરા આ તારી જ નથ છે, દિકરી હવે તને તારિ સાસુ નહિ ખિજાય.

જાનૈયા ને અને ગામ મા ખબર પડિ કે :- વહુ ની નથ જલારામ બાપા એ નાળિયેર માથિ નીકળી એમ કહિ ને આપી.

સૌ ચોંકી ગયા

અને દેવદાસ ભાભા ને ખબર પડિ કે, વહુ એ તો બે માપ દાણા નિ માનતા કરી છે, 'પણ હવે તો બે માપ દાણા હોય? એમ કહી દસ માપ દાણા જગ્યા મા લઇ જઈ બાપા ને દઇ આવ્યો અને પગે પડયો.