નાગ નુ કરડવુ

નાગ નુ ઝેર ઉતરે છે.

'બાપા ! મારા એક ના એક દીકરાને નાગ કરડ્યો છે. આ ઝોળી મા રાખી ને લાવ્યો છું.

' બાપા ! ઉગાર્યે આરો છે. ' એમ કહી ગોમટા નો દેવશી પટેલ બાપા ને પગે પડે છે. અને છોકરા ને બાપા સામે સુવરાવે છે. બાપા કહે છે કે - ભાઇ દેવશી ઠાકર સૌ ની લાજ રાખસે. મુંઝાવમાં ! '

એમ કહી પોતાની સામે ભિમાભી બાપુ (બાપા ના પરમ સેવક અને નામદાર ઠાકોર સાહેબ ના કાકા) ઊભા હતા તેમને કહ્યુ કે - ' બાપુ ! લ્યો આ ચિપીયો અને જ્યા નાગ કરડ્યો હોય ત્યા ઠાકર નૂ નામ લઇ ફેરવો

ભિમાભી બાપુએ ચીપીયો લઇ જ્યા નાગ કરડ્યો હતો ત્યા ઠાકર નુ નામ લઈ ત્રણ વખત ચીપિયો ફેરવ્યો.

સૌની સામે છોકરો બેઠો થઇ ગયો

સૌ બાપાના પગે પડ્યા.

બાપા એ કહ્યુ કે - ' પગે લાગો આ ઠાકર ને ! આ મારા રામ ને ! હું તો એનો સેવક છુ. તેની આજ્ઞા થાય તે કરૂ છું. '

દેવસી પટેલ ના વંશજો આજે પણ બાપા ના સેવકો છે.