બાવળ નુ વૃક્ષ

બાવળ અધ્ધર લટકી રહે છે.

કેસોદ પાસે કેવદરા ગામે નાનજી લાડાણી નામે એક સુખી કુટુંબ રહેતુ હતુ. નાનજી લાડાણી પહેલેથી જ બાપા ના સેવક હતા.

એક વખત બપોર ના ખેતરમાં કામ કરી, આખુ,ં કુટુંબ રોટલા ખાવા બેઠુ. ખેતર ના શેઢે એક મોટો બાવળ, અને બાવળ ના છાંયડા ની નીચે નાનજી લાડાણી પોતાના કુંટુબ સાથે બેઠા છે. અને રોટલા ખાય છે.
આવી રીતે આનંદ થી જમી રહ્યા છે, તેમા અચાનક વાવાઝોડુ ઉપડ્યુ,.
અને જે બાવળ નીચે આખુ કુંટુબ બેઠુ છે. તે બાવળ મુડમાંથિ ઉખડી કુંટુબ ઉપર પડું પડું થઇ રહ્યો : આ જોઇ નાનજી લાડાણી થી બોલાઈ ગયુ કે- ' હે જલીયાણ ઉગાર્યે આરો છે. લાજ રાખજે મારા બાપ ! ' આમ અંત:કરણ પુર્વક બોલ્યા અને આટલુ બોલતા જે બાવળ મુળ માથી ઊખડી ગયો હતો તે બાવળ અધ્ધર લટકી રહ્યો. કેમ જાણે કોઇએ વચમાં ટેકો દઇ અધ્ધર રાખ્યો હોય !

આ જોઇ નાનજી લાડાણી અને તેના કુંટુબે જલારામ બાપા નો અભાર માન્યો, અને સહિસલામત બધા બાવળ નીચે થી નિકળી ગયા.

પંદર દીવસ પછી નાનજી લાડાણી વીરપૂર જગ્યા મા આવ્યા અને બાપા ને પગે પડિ ને વાત કરી કે - ' બાપા ! પંદર દિ' પહેલા રોટલા ખાવા બેઠા હતા, ત્યા વાવાઝોડુ ઉપડ્યુ અને માથે બાવળ પડત અને બધાય મરી જાત પણ માંડ માંડ બચ્યા છીયે. બાપા તમે લાજ રાખી છે.

આ સંભડી બાપા જરાક હસ્યા અને કહ્યુ કે - 'નાનજી ભાઇ, લાજ તો ઠાકર સૌની રાખે છે. પણ ટાણે કટાણે તમે સંભારો પણ અમારા થી કાંઇ ટાણા કટાણા સામુ જોવાય છે જુઓ નાનજી ભાઇ !' એમ કહી બાપા એ કડિયુ કાઢી વાંસો દેખાડ્યો અને કહ્યુ કે - ' ભાઇ ! હજી કોઇ બાવળ ની શુળ મારા વાંસા મા રહી ગઇ હોઇ તો કાઢી લે. ' નાનજીભાઇ એ જોયુ તો આખો વાંસો બાવળ ની શુળથી ભોંકાઇ ગયો છે.

આ જોઇ નાનજી બાપા ના પગે લાગ્યો અને માફી માગિ કે - બાપા ! હવે આવૂં દુ:ખ નહી દઉં.
બાપા પાછા હસ્યા !
અને કહ્યુ કે, ' પટેલ રામ ના રખોપા હોય તેને કંઇ વાંધો ન આવે. '