પ્રથમ ચમત્કાર

જલારામ બાપા નો પ્રથમ અને અદ્ભુત ચમત્કાર આ પ્રમાણે છે.....

વિરપુર એ ગિરનાર જતા રસ્તામાં આવતુ પવિત્ર સ્થળ છે અને બધા જાત્રળુઓ તથા સાધુ અહીં ભોજન અને આરામ જરુર લે છે. એક વખત એવઉ બન્યુ કે ગામમાં બધી દુકાનો બંધ હતી ફક્ત વાલજીની દુકાન જ ખુલ્લી હતી. તેથી બધા જ જાત્રળુઓ તથા સાધુ વાલજીની દુકાને અનાજ લેવા આવ્યા. જલારામ તેમને જોઇને ખુબ જ ખુશ થઈ ગયા. તે તેમને ઘઊં, ચોખા, ઘી, દાળ, લોટ જે કાઇ પણ માગે તે દાનમાં આપી દેતા. જ્યારે તેમણે જોયુ કે ઘણા સાધુના કપડા ફાટી ગયા હોય તેમને કપડા પણ આપવા માંડ્યા.

ગામના ઘણા લોકો કે જે જલારામ બાપાની ઇર્શ્યા તથા દુશ્મનાવટ તથા તેમના કાકા તરફ લાગની દર્શાવતા તે વાલજીને ફરિયાદ કરી આવ્યા અને તે ખુબ જ ગુસ્સે થયા. તે દુકાનમાં બધુ તપાસવા માટે આવ્યા. જલારામ ડરી ગયા અને ભગવાનને પ્રર્થના કરવા લાગ્યા. જ્યારે કાકા તપાસવા આવ્યા ત્યારે બધા જ થેલા ભરાઇ ગયા. કાકા આશ્ચ્ર્યચકીત થઈ ગયા.

આ ચમત્કાર કેમ થયો? જે જલારામે ‘ઈશ્વરપ્રણામ’ કર્યા તે લીધે. ભગવાનની શરણે જે જાય છે ભગવાન તેની અવશ્ય મદદ કરે છે.